Home / News / News-1055

કાગવડ બાદ પાટણના સંડેરમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ થશે, 22 ઓક્ટોબરે ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાશે


Views: 158
  • Oct 20, 2023
  • Updated 07:22:09am IST
કાગવડ બાદ પાટણના સંડેરમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ થશે, 22 ઓક્ટોબરે ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાશે
     શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે શ્રી ખોડલધામ મંદિર પરિસરના નિર્માણ બાદ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સંડેર ગામે અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ શ્રી ખોડલધામ સંકુલ સંડેરનો ભૂમિપૂજન સમારોહ આગામી તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમા નોરતાના પાવન દિવસે યોજાશે. જેમાં શ્રી નરેશભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો, જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, અને લેઉવા પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિતિ રહેવાની છે.
     આગામી તારીખ 22 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન ભક્તિસભર લોકડાયરો યોજાશે. ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી ખોડલધામ સંકુલ સંડેરનું ભૂમિપૂજન કરવામાં આવશે. સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક, આરોગ્ય, કૃષિલક્ષી ભવનો ઉભા કરવામાં આવશે. જેનો લાભ સર્વે સમાજના જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની નેમ છે. કાગવડ બાદ પાટણના સંડેરમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ થશે, 22 ઓક્ટોબરે ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાશે
     ભૂમિપૂજન સમારોહને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો 22 ઓક્ટોબરે સંડેર મુકામે ઉમટી પડશે. જેથી માતાજીના રથ અને ગરબીઓ સાથે બાલીસણાથી સંડેર સુધી વાજતે-ગાજતે પદયાત્રા કરીને લોકો સમારોહ સ્થળ ખાતે પહોંચશે. આ ઉપરાંત શ્રી ખોડલધામ સંકુલ સંડેરના ભૂમિપૂજન સમારોહ દરમિયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મોટી સંખ્યામાં લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને એકતાની શક્તિ અને ભક્તિના સમન્વય સાથે આ સેવાના મહાયજ્ઞમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં 2 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહીને સમગ્ર વ્યવસ્થા સંભાળશે.

શ્રી નરેશભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રીમતિ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં આઠમા નોરતે થશે ભૂમિપૂજન
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity