Home / News / News-1052

કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ - ગુજરાત દ્વારા AMA ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો


Views: 195
  • Oct 09, 2023
  • Updated 11:44:36am IST
કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ - ગુજરાત દ્વારા AMA ખાતે  કાર્યક્રમ યોજાઈ ગયો
કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ - ગુજરાત (CAG) દ્વારા આજના સાંપ્રત સમયમાં જ્યારે ફેસબુક, વોટ્સએપ, ફેસટાઇમ, ઇન્સ્ટાગ્રામ જેવા શોશિયલ મીડિયાના વધારે પડતાં ઉપયોગના કારણે વ્યક્તિ એકબીજાથી પ્રત્યક્ષ રીતે (ફેસ ટુ ફેસ) મળવાનું જ્યારે ઓછું થઈ રહ્યું છે તેવા સમયે આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અલગ-અલગ ઓર્ગેનાઇઝેશનમાં કોર્પોરેટ અફેર્સ ફિલ્ડમાં જોડાયેલ મેમ્બરોના Interaction નું સુંદર આયોજન કરવામાં આવેલ.કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ - ગુજરાત દ્વારા AMA ખાતે  કાર્યક્રમ યોજાઈ ગયો
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી-મોટી કંપનીઓ તેમજ કોર્પોરેટ અફેર્સ ક્ષેત્ર સાથે જોડાયેલ 70 થી પણ વધુ સભ્યોએ હાજરી આપેલી. આ કાર્યક્રમની શુભ શરૂઆત અંધજન મંડળના બાળકોની સુંદર પ્રાર્થના  દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન  યુવરાજસિંહ જાડેજા – Welspun ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ. હાજર રહેલ દરેક સભ્યોનું શાબ્દિક સ્વાગત  સુનિલ પટેલ દ્વારા કરવામાં આવેલ ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા  કેશવ કુમાર (Retd.IPS) તથા ડો.સાવન ગોડિયાવાલા નું પુષ્પગુચ્છ અને ભેટ દ્વારા સ્વાગત  આશિષ દેસાઇ – નિરમા ગ્રૂપ અને  કામેન્દુ જોશી – કામેન્દુ એશોસિયેટસ દ્વારા કરવામાં આવેલ. તેમજ  કેશવ કુમાર સાહેબના ધર્મપત્નીનું પણ શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ.
 કામેન્દુ જોશી દ્વારા સૌ પ્રથમ આજના મુખ્ય મહેમાન કેશવ કુમાર (Retd.IPS)નો વિગતવાર પરિચય આપેલ અને ત્યાર બાદ કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ – ગુજરાત (CAG) વિષે વિગતવાર માહિતી આપવામાં આવેલ. જેમાં જણાવેલ કે આ ગ્રૂપમાં ટોટલ 170 કરતાં પણ વધુ સભ્યો કાર્યરત છે અને આ ગ્રૂપના સભ્યો દ્વારા સરકાર તેમજ કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચે સેતુરૂપી ભૂમિકા ભજવવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી ગુજરાત રાજયમાં CAG ગ્રૂપ દ્વારા બધાને ગ્રૂપમાં જોડવાની કાર્યવાહી ચાલી રહેલ હતી અને હવે ભવિષ્યમાં આ ગ્રૂપ એક લીગલ ઓળખ સાથે રજીસ્ટ્રેશન કરાવીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરશે તેવું જણાવવામાં આવેલ. સાથે સાથે ગુજરાત રાજ્ય જ્યારે ઔધોગિક હબ બની રહ્યું છે ત્યારે ભવિષ્યમાં રાજયમાં આવનારી નવી નવી ઇન્ડસ્ટ્રીઝને પણ આ ગ્રૂપ દ્વારા પ્રાથમિક અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
આ સિવાય ગ્રૂપના કોઈ પણ સભ્યને ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં કોઈ પણ પ્રકારે કામમાં મદદની જરૂર પડે ત્યારે આ ગ્રૂપ દ્વારા મદદ કરવામાં આવશે. સાથે સાથે સરકાર દ્વારા રાજ્ય અને દેશના વિકાસ માટે જે નીતિઓ ઘડવામાં આવે છે તેમાં ગ્રૂપ દ્વારા સકારાત્મક સૂજવો આપવામાં આવશે કે જેથી વધુ સારી રીતે પોલિસી ઘડતર થઈ શકે. આ સિવાય રોજબરોજના કામોમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ આ ગ્રૂપ તરફથી રજૂઆતો કરીને તેનું સમાધાન થાય તેવા કાર્યો હાથ ધરવામાં આવશે.
ત્યાર બાદ આજના આ કાર્યક્રમમાં CAG ગ્રૂપ ના દરેક સભ્યોએ પોતાનો ટૂંકમાં પરિચય આપ્યા બાદ  આશિષ દેસાઇ – નિરમા ગ્રૂપ, કામેન્દુ જોશી- સિનિયર કન્સલ્ટન્ટ,  આશિષ જોશી- નિરમા ગ્રૂપ,  કિરણસિંહ રાઠોડ-MG Motors દ્વારા માર્ગદશન અને પ્રતિભાવો રજૂ કરવામાં આવેલા.
ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશવ કુમાર Retd.IPS દ્વારા ગ્રૂપના સભ્યોને પોતાના રોજિંદા કામકાજમાં ખુબજ જરૂરી એવા વિષય "Effective Communication" પર ખૂબ સુંદર રીતે પ્રેઝેંટેશન આપવામાં આવેલ.  કેશવ કુમાર દ્વારા પોતાના વક્તવ્ય દરમિયાન ખુબજ હળવી શૈલીમાં માઇન્ડ રીડિંગ, કામ પ્રત્યેની તત્પરતા, કોમ્યુનિકેશન ગેપ વગેરે જેવા મુદ્દાઓ પર ઓડિયો અને વિડીયો દ્વારા ખુબજ સારી રીતે માર્ગદશન પૂરું પાડેલ.
 કેશવ કુમાર સાહેબ દ્વારા પોતાના 35 વર્ષના (IPS) પોલીસ તરીકેના બહોળા અનુભવોના અને પોતાની સાથે બનેલા પ્રત્યક્ષ કિસ્સાઓ દ્વારા સારા કોમ્યુનિકેશનની કેટલી અગત્યતા છે તે સમજાવેલ. તેમના દ્વારા અલગ અલગ ફિલ્મોની ક્લિપ બતાવીને તેમાંથી સુંદર મેસેજ પણ આપવામાં આવેલ. સાથે સાથે ગ્રુપ મેમ્બર્સને પ્રેક્ટિકલ કરાવીને Listening and Hearing વચ્ચેનો તફાવત ખૂબ સારી રીતે સમજાવવામાં આવેલ. આમ  કેશવ કુમાર સાહેબ દ્વારા રોજબરોજમાં ખૂબ અગત્યતા ધરાવતા મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ,
ત્યાર બાદ આ કાર્યક્રમના બીજા મુખ્ય મહેમાન કે જેઓ AMA ના પ્રેસિડેંટ, CA, અને IIM માં ફેકલ્ટી તરીકે કાર્યરત છે એવા ડો.સાવન ગોડિયાવાલા દ્વારા Environmental, Social, and Governance (ESG) પર ટૂંકમાં પરંતુ ખુબજ અગત્યનું વક્તવ્ય આપવામાં આવેલ, તેમણે જણાવેલ કે આપણી આવનારી પેઢી માટે દરેક વ્યક્તિએ આ મુદ્દાને ધ્યાને રાખીને રહેવું જરૂરી છે. હાલના સમયમાં Environmental બાબતે આપણે ખુબજ કામ કરવાની અને Environment ને બચાવવા માટે આપણાં રોજિંદા જીવનમાં તેને વણી લઈને જીવવું અનિવાર્ય બની ગયું છે.
ત્યાર બાદ આ કાર્યક્રમના સમાપનમાં પરેશ ટાંક – TATA ગ્રૂપ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ જેમાં કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાનો, અંધજન મંડળના બાળકોની સુંદર પ્રાર્થના  માટે તેમજ સમગ્ર કાર્યક્રમમાં જે પણ સભ્યોએ મહેનત કરેલી તેઓનો આભાર માનવામાં આવેલ. ખાસ કરીને CAG ગ્રૂપના આવા કાર્યક્રમોના પ્રણેતા એવા  દશરથ પ્રજાપતિ (Ex-RIL&UPL)નો પણ આભાર માનવમાં આવેલ, તેમજ આજના કાર્યક્રમમાં ખૂબ દૂર દૂર થી ઉપસ્થિત રહેલા સભ્યોનો વિશેષ આભાર માનવામાં આવેલ. આ સાથે AMA દ્વારા પૂરી પાડવામાં આવેલ વ્યવસ્થા બદલ તેમનો પણ આભાર માનવામાં આવેલ.
અંતમાં ઉપસ્થિત દરેક સભ્યો દ્વારા રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમને વિરામ આપવામાં આવેલ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોએ મહેમાન  સાથે નેટવર્કિંગ લંચ કરેલું અને કાર્યક્રમ સમાપન થયેલ.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity