Home / News / News-1034

અંકલેશ્વર ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો


Views: 249
  • Aug 24, 2023
  • Updated 05:13:53am IST
અંકલેશ્વર ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો  ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો
તારીખ 22 મી ઓગસ્ટે અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ ચિલ્ડ્રન  થિયેટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી -ભરૂચ દ્વારા ઉદ્યોગ સંવાદ કાર્યક્રમમાં ઉદ્યોગોમાં સ્ટાર્ટ અપ દ્વારા ઉદ્યોગોને વિકાસ આપવાના હેતુથી સરકારની યોજનાઓ અને તેનો કઈ રીતે લાભ લઇ શકાય તે વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ બલદેવ પ્રજાપતિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના જનરલ મેનેજર જે.બી. દવે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બળદેવભાઈ પ્રજાપતિએ લઘુ ઉદ્યોગ ભરતીની કાર્ય અને ધ્યેય વિષે માહિતી આપી હતી.
ઉદ્યોગ સંવાદમાં સી.એ. ખુસાર અખાણીએ સ્ટાર્ટ અપ  વિષે ઊંડાણ પૂર્વકની માહિતી આપી હતી. કંઈક  નવું કરવું, બધા કરતા કૈક અલગ કરવું, સ્ટાર્ટ અપ માં કોની ગણતરી કરવામાં આવે છે. તેમાં ક્યાં લાભ મળે છે. તેની સમજણ આપી હતી. જો કે 90 ટકા સ્ટાર્ટ અપ નિષ્ફળ જાય છે. 10 ટકાસફળ થાય છે.પ્રશ્નોત્તરી દરમ્યાન શ્રોતાઓએ તેમને મૂંઝવતા પ્રશ્નો કર્યા હતા.તેના સંતોષકારકજવાબો આપવામાં આવ્યા હતા.
જિ૯લા ઉદ્યોગ કેન્દ્રના જે.બી. પટેલે જણાવ્યું હતું કે દેશમાં કુલ ૯૯,૩૦૦ સ્ટાર્ટઅપ નોંધાયા છે. જે ૧૪૦ કરોડની વસ્તીના  દેશના પ્રમાણમાં ખૂબ ઓછા કહેવાય. જો કે વિશ્વમાં આપણો ત્રીજો નંબર છે.
ભારતના બંધારણમાં દેશના લોકોની આર્થિક સમાનતા લાવવા પર કાર્ય કરવામાં આવશે તેનો ઉ૯લેખ છે આ તેનો એક ભાગ છે. ભરૂચ જિ૯લો દેશના મુખ્ય પાંચ નિકાસકાર જિલ્લાઓમાં  આવે છે. ગયા વર્ષમાં ભરૂચ જિ૯લાની નિકાસ ૭ર૦૦૦ કરોડ રૂપિયા હતી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભરૂચ જિ૯લો ૧ર મહીનામાંથી ૧૦ મહીના ટોચ પર રહયો હતો.અંકલેશ્વર ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો  ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો
 જી૯લા ઉદ્યોગ કેન્દ્રની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે જિ૯લામાં ઉદ્યોગોના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે કાર્ય કરાય છે. કંપનીએ વીજ કનેકશન, પાણી કનેકશન કે કોઇ અન્ય જરૂરિયાત હોય તો તે માટે જે તે કચેરી સાથે સંપર્ક કરી દર મહીને કલેકટરની દેખરેખ નીચે તેનો રિવ્યૂ કરાય છે. તેનો રિપોર્ટ ગાંધીનગર સુધી જાય છે.
    એક સ્મોલ સ્કેલના ઉદ્યોગકારકેજેઓ એક વર્ષમાં સબસીડી માટેની એપ્લીકેશન કરવાનું સંજોગોવસાત ચૂકી ગયા તેમને સરકારને અપીલ કરી હતી કે તેમને મળતા લાભ તેમને આપવામાં આવે. કોઇ કારણસર એપ્લીકેશન કરવાનું સમયસર ચૂકી ગયા હોય તો સરકાર તેને ધ્યાનમાં લઇ પોલીસી બનાવી તેમનો હકક તેમને આપવામાં આવે. તેમના પ્રશ્નની  ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ખાત્રી  આપવામાં આવી હતી.
અંકલેશ્વરમાં દશ જેટલી ઇન્ડસ્ટ્રીઝ ભેગી થઈને કોમન ઇન્સીનીરેટર નાખવા માંગતી હોઈ તો સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કોઈ મદદ કરે તેવો પ્રશ્ન પુછાયો હતો. જેના જવાબમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે.બી. પટેલે જણાવ્યું હતું કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જરૂર મદદ કરે. ઉધોગો દ્વારા કોમન ફેસેલિટી ઉભી કરવામાં આવે તો સરકાર જરૂર મદદ કરે છે. સરકાર કોમન ફેસેલીટીમાં વિશેષ રસ લે છે. ચાઈના આ બાબતમાં આપણને મ્હાત કરી રહ્યું છે. તેને લઈને જ તેની સાથે હરીફાઈ કરવામાં આપણે પાછા  પડી રહ્યા છીએ.
તેમણે  જણાવ્યું હતું કે તામિલનાડુ, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો કોમન ફેસેલિટી માટે કેદ્ર સરકારની યોજનાઓનો લાભ લેવામાં ખુબ આગળ છે. ગુજરાત આબાબતમાં પાછળ છે. તેમણે ગુરાતની કંપનીઓ પણ આ બાબતમાં વધારેમાં વધારે રસ લે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉદ્યોગોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કોમન ઇન્સીનીરેટર ઉભું કરવામાં જમીન મેળવી આપવામાં અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી મેળવી આપવામાં મદદ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ઉદ્યોગો યુરોપીઅન દેશોમાં પોતાનું કોમન વેરહાઉસ ઉભું કરવા માંગતા હોઈ તો તે પણ ઉભું કરવા માટે કેન્દ્ર સરકાર મદદ કરે છે તેવી માહિતી આપી હતી. નિકાસ કરતા ઉદ્યોગો તેમની પ્રોડક્ટ ત્યાં સ્ટોર કરી શકે અને જયારે ઓર્ડર મળે ત્યારે સીધી ત્યાંથી જ માલ આપી શકે. યુરોપીઅન દેશોમાં એકબીજા દેશોમાં ટ્રાન્સપોર્ટની છૂટ  હોય છે. આ વેરહાઉસ સ્થાપવા માટે  મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડાઈરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનો સંપર્ક કરી શકાય છે. કોમન ફેસેલિટી માટે ભારત સરકાર ખુબજ સહયોગ કરે છે.
આ ઉપરાંત ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન ચાલે છે જે ભારત બહાર આવા કામમાં સહયોગ કરે છે.આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે પ્રાઇવેટ કંપનીઓ ઇન્ક્યુબમેશન સેન્ટર ખોલી રહી છે. આ ઈ ટી કંપનીઓ તેમજ અન્ય ક્ષેત્રની કંપનીઓ તે માટે આગળ આવી રહી છે.એવીરજુઆત કરવામાં આવી હતી કે સરકારે ઇન્ક્યુબમેશન સેન્ટર ખોલીને સહયોગ કરવો જોઈએ. જો કે ભરૂચમાં આવા કેમિકલ લાઈન માટે  ઇન્ક્યુબમેશન સેન્ટર વિવિધ એસોસિએશન મળીને ખોલી શકે છે અને તેનો લાભ લઇ શકે છે તેમ જણાવાયું હતું. જેનાથી કંપનીઓને પણ લાભ થઇ શકે છે. જો કે ઉદ્યોગોએ આવી રજુઆત કરી હતી કે આવા સેન્ટર સરકારે ઉભા કરી અસોસિએશનોને હસ્તગત કરવા જોઈએ.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરી, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનનાપ્રમુખ બી.એસ.પટેલ, ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણી, દહેજ ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખસુનિલ ભટ્ટ, સાયખા ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના ઉપપ્રમુખ સી.કે. જીયાણી, અંકલેશ્વરનોટીફાઈડ એરિયા ચેરમેન મનસુખ વેકરીયા, લઘુ ઉદ્યોગ ભારતી મહામંત્રી-ગુજરાત ઈશ્વર સજ્જન, લાગુ ઉદ્યોગ ભરતી વિત્તકોષ ડિરેક્ટર દીપેશ પટેલ અને ડી.એ.એ. સી.ના કો-કન્વીનર દિનેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કિશોર કાછડીયા અને પિયુષભાઇ બુદ્ધદેવ એનાઉન્સર તરીકેની કામગીરી બજાવી હતી. લઘુ ઉદ્યોગ ભારતી- ભરૂચના પ્રમુખ કમલેશ ગામી , સેક્રેટરી રમેશભાઈ ચોડવડિયા અને તેમની ટીમે ભારે મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
 
 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity