Home / News / News-1024

અંકલેશ્વર એસ્ટેટમાં વરસાદી પાણીની ક્વોલિટી ચકાસવા ટીઓસી મીટર લગાડવામાં આવ્યા


Views: 146
  • Jun 30, 2023
  • Updated 05:51:44am IST
અંકલેશ્વર એસ્ટેટમાં વરસાદી પાણીની ક્વોલિટી ચકાસવા ટીઓસી  મીટર લગાડવામાં આવ્યા
     અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સી પમ્પીંગ સ્ટેશન ખાતે વિશેષ ટી.ઓ.સી મીટર લગાવી વરસાદના વહેતા પાણીની ગુણવત્તા પણ માપીને જીપીસીબી, નોટીફાઈડ અને એનસીટી ટીમ દ્વારા મોનીટંરીગ કરાશે. એન્વાયર્મેન્ટ લાયઝન એન્ડ મોનીટરીંગ કમિટી એ.આઈ.એ તમામ ઉદ્યોગ ગૃહોને સકર્યુલર મોકલી વરસાદી પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્યુલન્ટ મિશ્રણ ના થાય તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. જે ઉદ્યોગો તેનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે. અંકલેશ્વર એસ્ટેટમાં વરસાદી પાણીની ક્વોલિટી ચકાસવા ટીઓસી  મીટર લગાડવામાં આવ્યા
     વરસાદની મૌસમમાં ઔદ્યોગિક વસાહતમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો વરસાદી પાણીમાં કેમિકલ યુક્ત પાણી છોડી મૂકે છે છે. જેને લઇ પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં ભરીને કોતરો વડે નદી-નાળાને દૂષિત કરી રહ્યું છે. તાજેતરમાં અમરાવતી નદીમાં થયેલા માછલાંના મોત બાદ ઊભા થયેલા પ્રશ્ને   અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હવે એક્શનમાં આવ્યું છે. એ.આઈ.એના એન્વાયર્મેન્ટ લાયઝન એન્ડ મોનીટરીંગ કમિટી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વરસાદી પાણી સાથે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્યુલન્ટ ભળે નહીં તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. એટલું જ નહિ સી પમ્પીંગ સ્ટેશન ખાતે ટી.ઓ.સી મીટર લગાવી દેવામાં આવ્યા છે. જેને લઇ વરસાદના વહેતા પાણીની ગુણવત્તા માપી શકાય છે.
     આના કેવા પરિણામ આવે છે, પ્રદુષણ નાથવામાં કેવી સફળતા મળે છે તેની ઉપર સૌની નજર રહેશે.
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity