Home / News / News-1022

ઝગડીયા ખાતે FGI ના એવોર્ડની ઉમેદવારી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો


Views: 101
  • Jun 21, 2023
  • Updated 10:07:55am IST
ઝગડીયા ખાતે FGI ના એવોર્ડની ઉમેદવારી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
      તારીખ 20 મી જૂને ઝગડીયા ઈન્ડસ્ટીઝ એસોસિએશનની નવી ઓફિસ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ વડોદરા દ્વારા 18 માં એફ.જી.આઈ. એવોર્ડ ફોર એક્સલન્સ એવોર્ડ અને તેની ઉમેદવારી કરવા માટે ભરવાના ફોર્મ માટે માહિતી આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ માટેની સ્પર્ધામાં વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીઝ ભાગ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
      આ એવોર્ડ માટે 13 વિવિધ કેટેગરી પાડવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીઝ એક કરતા વધારે કેટેગરીમાં ભાગ લઇ શકે છે. કેટલીક કેટેગરીમાં સ્થળ વિઝીટ પણ કરાય છે.તેને જ્યુરી દ્વારા પૂર્ણ અભ્યાસ કરાય છે.  ત્યારપછી પ્રથમ આવનારને એવોર્ડ અને દ્વિતીય આવનારને મેરીટ ઓફ સેર્ટિફિકેટ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે એફ.જી.આઈ. ના સભ્ય હોવું જરૂરી નથી. તેમજ એવોર્ડ માટે ઉમેદવારી કરવા માટે કોઈ ફોર્મ ફી નથી.
      કેટેગરીમાં (1) રિસર્ચ ઈન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, (2) આઉટ સ્ટેન્ડિંગ એમએસએમઇ,  (3) આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ લીડર – મેલ, (4) એક્સપોર્ટ પર્ફોર્મન્સ એન્ડ પ્રમોશન, (5) આઉટસ્ટેન્ડિંગ વુમન એન્ટરપ્રિનીયોર/પ્રોફેશનલ, (6) બેસ્ટ પ્રેક્ટિસ ઇન એચઆર એન્ડ આઇઆર પોલીસીસ, (7) આઉટ સ્ટેન્ડિંગ ઇનોવેશન ઇન ધ ફિલ્ડ ઓફ એગ્રિકલ્ચર ઓર ફૂડ પ્રોસેસિંગ, (8)  આઉટ સ્ટેન્ડિંગ ઇનોવેશન ઇન ધ ફિલ્ડ ઓફ સીએસઆર ઇન ઇન્ડસ્ટ્રીઝ, (9) આઉટસ્ટેન્ડિંગ ઇનોવેશન ઇન ધ ફિલ્ડ ઓફ સોશ્યિલ વેલફેર/રૂરલ ડેવલપમેન્ટ બાય ઇંડીવિડ્યૂઅલ/એનજીઓ, (10)ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ કોમ્પ્લાયન્સ, (11)બેસ્ટ ઇન્સ્ટિટ્યૂશન ઈન હેલ્થ સેક્ટર, (12)આઉટસ્ટેન્ડિંગ સ્ટાર્ટઅપ (13) પોલ્યૂશન મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબલ   પ્રેક્ટિસ નો સમાવેશ થાય  છે.ઝગડીયા ખાતે FGI ના એવોર્ડની ઉમેદવારી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
      1918માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના બરોડા રાજ્યમાં સ્થપાયેલ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત તથા દેશના વ્યાપાર ઉદ્યોગની સેવામાં 105 વર્ષ પૂર્ણ કરી નવા જોમ સાથે અવિરત કાર્ય કરી રહી છે. રજત જયંતિ વર્ષ 1993માં એફ.જી.આઈ. એવોર્ડસ ફોર એક્સલેન્સ ની શરૂઆત વ્યાપાર ઉદ્યોગ તથા સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા માટે થઇ.એફ.જી.આઈ એવોર્ડ્સ અઘરા માપદંડ અને નિષ્ણાત જ્યુરીના નિષ્પક્ષ નિરૂપણમાંથી પસાર થઇ જાહેર કરાય  છે.
      દર બે વર્ષે યોજાતા એફ.જી.આઈ. એવોડર્સ ના વિજેતાઓને ડો.એ.પી.જે. કલામ, ડો. મનમોહન સીંઘ, શ્રી નરેન્દ્ર મોદી, શ્રી સુરેશ પ્રભુ, સ્વ. શ્રી મનોહર પરીકર તથા શ્રીમતી મેનકા ગાંધી જેવા વિશિષ્ટ વ્યકિતઓના હસ્તે બિરદાવવામાં આવ્યા છે.
       એફ.જી.આઈ. નો એવોર્ડ મેળવવો વિજેતાઓ માટે વ્યાપાર ઉધોગ અને સમાજમાં પ્રતિષ્ઠા વધારનારો સાબિત થયો છે. આ ૧૮મા એફ.જી.આઈ. એવોર્ડમાં કોઈપણ સંસ્થા, કંપની, એનજીઓ., વ્યકિત વગેરે પોતાને લગતી ૧૩ કેટેગરીમાંથી એકથી વધુમાં અરજી કરી શકે છે. સમય સાથે તાલ મીલાવતા ડીજીટલ ઓન લાઈન અરજી ક૨વાની સુવિધા પણ રાખવામાં આવી છે. ૧૮મા એફ.જી.આઈ. એવોડર્સમાં  ૩૧મી ઓગસ્ટ ૨૦૨૩સુધી અ૨જી સ્વિકારવામાં આવશે. સંસ્થાની વેબસાઈટ ઉપરથી ઓનલાઇન ફોર્મ માટેની પણ સુવિધા છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity